અમારા વિશે..

पंछी पानी पिने से घटे ना सरीता निर

धर्म किये धन ना घटे सहाय करे रघुवीर..




પ્રાગટ્ય રાજ્યાભિષેક વીરગતી
વિ.સ. ૧૦૮૭ વિ.સ. ૧૧૦૩ વિ.સ. મહાસુદ ૫ વસંત પંચમી ૧૧૧૩
ઈ.સ. ૧૦૩૨ ઈ.સ. ૧૦૪૮ ઈ.સ. તા. ૨૨-૦૧-૧૦૫૮
હી.સ. ૪૨૨ હી.સ. ૪૩૯ હી.સ. તા. ૮. ૨. બીઉલ ૪૪૮

દાદા જસરાજ નુ જન્મ સ્થળ લોહર કોટ

રાજા વસ્તુપાળ અને રાણી વીરકોર ના પાટવી કુંવર મોટા પુત્ર વસ્તરાજ ઉર્ફે વચ્છરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનુ જન્મ ઇ.સ. ૧૦૩૨, વિક્રમ સવંત ૧૦૮૭, હીજરી સન ૪૨૨ માં થયો.

બન્ને ભાઇ બાલ્યાવસ્થા થીજ વીર, તેજસ્વી અને ઘોડેસવારી માં નિપુણ હતા અને વીર યોધ્ધા તરીકે ઓળખાતા હતા.

કુંવર જસરાજ માતા મોમાય અને નાગ દાદા ની પુજા કરતા હતા જેમા તેમને અટૂટ શ્રધ્ધા અને વિશ્વાસ હતો એજ એમની શક્તિ હતી.

લોહર કોટ ના એ સમય ના રાણા શ્રી વસ્તુપાળ નો છળકપટ થી ઇસ્લામીક રાજા બીસમારગીન ઇરાની અને દુરાની ઓ એ વધ કરતા, તા.૧૫/૦૧/૧૦૪૮ ને શુક્રવાર વિક્રમં સવંત ૧૧૦૩, હીજરી સન ૪૩૯ ના દીને કુવંર વચ્છરાજ ને લોહર કોટ ના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા.

પરન્તુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલ ના વચ્છરાજ દાદા એ જાતે પોતાના નાના ભાઇ જસરાજ ને રાજતીલક કરી લોહર કોટ ના નવા મહારાણા ની જાહેરાત કરી.

તા.૨૧/૦૧/૧૦૫૮, મહાસુદ ૫ એટલે વસતં પાચમ, વિક્રમં સવંત ૧૧૧૩ ના શુભ દીને રુડા માડવાં રોપાણા હતા અને ફેરા ફરવા ની તૈયારી ચાલતી હતી એ સમયે ફેરા ફર્યા વગર, ગાયો અને ધર્મ ના રક્ષણ માટે વીર જસરાજ દાદા અધર્મી ઓ સાથે યુધ્ધ કરતા વીરગતી પામયા હતા. તેમના દેહ ને બીજા દિવસે તા. ૨૨/૦૧/૧૦૫૮ ના દિવસે અગ્નિ સ્નાન થી સંપન કરવા મા આવયો. વિક્રમં સવંત ૨૦૬૪ ના વસતં પાચમ ના શુભ દીને ૯૫૨ વર્ષ પુરા થશે. આ હતા લોહર કોટ ના છેલ્લા મહારાણા ( લોહ રાણા અને સમય જતા જે બન્યા લોહાણા ) દાદા વીર જસરાજ જે આજે પણ હાજરા હજુર છે જે સાચી શ્રધ્ધા થી પુજા અર્ચના કરેછે દાદા એની આજે પણ રક્ષા કરે છે.

દાદા વીર જસરાજ ને કોટી કોટી પ્રણામ.




શ્રી જલારામ ચાલીસા 

[દોહરો]


અન્નદાન એ શ્રેષ્ઠ દાન, જપે ના જલિયા જૂઠ



રામનામને લૂંટત રહે, જો લૂટી શકે તો લૂંટ


[ચોપાઈ]




ભારત ભૂમિ સંતજનોની, ભક્તિની કરતા લહાણ ...૧



ગરવી ગુર્જર ગરવી ગાથા, વીરપુરે સંત જલાણ ...૨



આવો સંતો સત્સંગમાં, સત્સંગનો રંગ મહાન ...૩



ગર્વ ગળ્યાકંસ-રાવણના, આતમરજાને સાચો જાણ ...૪



છોડ લાલનપાલન દેહનાં, ત્યજી તમામ ગુમાન ...૫



મળ્યો જે મનખો મોંઘેરો, જપ રામનામ હર ત્રાણ ...૬



રામનામમાં મગન સદા, સર્વદા રામના દાસ ...૭



તુલસી ને જલિયાણના, દિલમાં રામનો વાસ ...૮



દિલમાં રામનો વાસ જેને, સંસારનો ના ત્રાસ ...૯



રહે ભલે સંસારમાં, મનડું રામજી પાસ ...૧૦



તમામ જીવનમાં રામજી પેખે, મુખમાં રામનું નામ ...૧૧



પ્રેમરસ પી ને પિવડાવે, ધન ધન શ્રી જલારામ ...૧૨



ભક્તિ ખાંડાની ધાર છે, પળ પળ કસોટી થાય ...૧૩



હસતાં મુખે દુઃખ સહે, હરિ વહારે ધાય ...૧૪



સતગુણથી સુખ મળે, ને સુખ-શાંતિ થાય ...૧૫



સુખ-શાંતિમાં આનંદ સાચો, આનંદ આતમ રામ ...૧૬



હરિના જનમાં હરિ વસે, વદી રહ્યા જલિયા રામ ...૧૭



ચમત્કાર ત્યાં નમસ્કાર, જય રામ કૃષ્ણ ગાય ...૧૮



આતમરામને રામ જાણવા, પરચાઓ કંઈ સર્જાય ...૧૯



અનુભવ વિનાનું જ્ઞાન કાચું, અનુભવ ગુરુ મહાન ...૨૦



શંકાથી શ્રદ્ધા ડગે, શ્રદ્ધા હરિથી મહાન ...૨૧



વાચ કાછ ને મનથી, સદા ભજતાં જલારામ ...૨૨



અધૂરાં રે ન આદર્યાં, પૂરણ કરે જલારામ ...૨૩



બાપાના પરચા હજાર, લખતાં ન આવે પાર ...૨૪



ભાવના ભૂખ્યા ભગવાન, બતાવે બાપા વારંવાર ...૨૫



સેવા-ત્યાગની જીવતી મૂરત, જલારામ તણો અવતાર ...૨૬



નોંધારાના આધાર બાપા, યાદ કરો લગાર ...૨૭



જીવતા દેહ લાખનો, સવાલાખની શ્રદ્ધા આજ ...૨૮



ભંડારી બાપાનાં વીરબાઈ, સતી પતિવ્રતા કહેવાય ...૨૯



અવધૂત સંગે જાતા, કદી ના જે અચકાય ...૩૦



ત્યાગ-બલિદાનની અપૂર્વ ગાથા, સ્વર્ણ અક્ષરે અંકાય ...૩૧



સતી પુણ્યે જલિયાણ ભક્તિ, બની ગઈ સવાઈ ...૩૨



તુલસી મીરાં કબીરાદિ, ને અન્ય સ્મ્ત સાંઈ ...૩૩



સંસારમાં રહીને સદા, સદ્ભક્તિ માર્ગ બતાઈ ...૩૪



મનમાં ધારો શ્રીરામને, વનમાં શા માટે જાય ...૩૫



વાત બધી સ્વાનુભવની, સુણો ભગિની ભાઈ ...૩૬



રસોઈ ચારસોની હતી, જમવા આઠસો તૈયાર ...૩૭



મૂંઝાયા સાસુમા ત્યારે, મેં આપી હામ લગાર ...૩૮



વદ્યો મુખથી જય જલારામ, આઠસો ઓડકાર ખાય ...૩૯



વધ્યો મોહન થાળ છતાં, ઘરનાં ખાતાં ન ધરાય ...૪૦


_________________________________________________________________________










શ્રી જલારામ બાવની - મનુદાસ





સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,

પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... (૨)

રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ,


લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ... (૪)

સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર,

ઉજ્જ્વણ થાશે તારી કુથ, એવું બોલ્યા નિજ મુખ, ... (૬)

સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાય,

આશીર્વાદથી પ્રગટ્યા રામ, નામ પાડ્યું શ્રી જય જલારામ, ... (૮)

વૃદ્ધ સંત આવ્યા તે ઠામ, ઓળખ્યા શ્રી જય જલારામ,

માતપિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા, ... (૧૦)

સંવત અઢારસો સિત્તેરમાંહ્ય, યજ્ઞોપવીત વિધિ થાય,

સંવત અઢારસો બોત્તેરમાંહ્ય, પ્રભુતાં પગલાં મંડાય, ... (૧૨)

કાકાનું સંભાળે હાટ, ધર્મ દાનમાં મનમાં ઘાટ,

સાધુ સંતોને દેતા દાન, રઘુવીરનું એ ધરતાં ધ્યાન, ... (૧૪)

એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભક્તિનો રંગ,

જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ, ... (૧૬)

જલારામ લઇ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર,

પાડોશીને લાગી લ્હાય, તે કાકાને કહેવા જાય, ... (૧૮)

વા'લાકાકા દોડ્યા ત્યાંય, જ્યાં જલા દેવાને જાય,

ઘભરામણ છૂટી તે વાર, પત રાખે છે દીન-દયાળ, ... (૨૦)

છાણાં કહ્યાં તો છાણાં થાય, ઘીના બદલે જળ દેખાય,

પાડોશી તો ભોંઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય, ... (૨૨)



જલા ભક્તને લગની થઈ, ભીતર બારી ઉઘડી ગઈ,

યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ, ... (૨૪)

ગુરુ કરવાનો પ્રગટ્યો ભાવ, ફત્તેપુર જઈ લીધો લ્હાવ,

ભોજો ભગત કીધા ગુરુદેવ, વ્રત કરવા સાચી સેવ, ... (૨૬)

સંવત અઢારસો ચોત્તેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય,

વીરબાઇ સુલક્ષણી છે નાર, સેવાની રાખે સંભાળ, ... (૨૮)

સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત,

અન્ન તણા નીધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય, ... (૩૦)

બાપા સૌમાં ભાળે રામ, ખવરાવીને લે આરામ,

ગાડાં ભરી અન્ન આવે જાય, સાધુસંતો ખૂબ જ ખાય, ... (૩૨)

તન મન ધનથી દુઃખીઆં જન, આવીને નિત કરે ભજન,

બાપા સૌના દુઃખહરનાર, ભેદ ન રાખે કોઇ લગાર, ... (૩૪)

થોડા જનનાં કહું છું નામ, મળીઓ છે જેને આરામ,

જમાલ ઘાંઘી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય, ... (૩૬)

હરજી દરજી પેટનું દુઃખ, ટાળીને ત્યાં પામ્યો સુખ,

મૃત્યુ પામ્યો કોળી એક, પિતા તેનો કરગર્યો છેક, ... (૩૮)

બાપા હૈયે કરુણા થાય, રામનામની ધૂન મચાય,

થયો સજીવન તેનો બાળ, રામનામનો જય જયકાર, ... (૪૦)

પુણ્ય તપ્યું બાપાનું માંહ્ય, વ્હાલો ઊતર્યો અવની માંહ્યા,

કરી કસોટી માગી નાર, જોવા કેવું દિલ ઉદાર, ... (૪૨)

ધન્ય ધન્ય છે વીરબાઇ નાર, પ્રભુ સમ જાણ્યો છે ભરથાર,



આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાચો સાર, ... (૪૪)

સેવા કરવા ગયાં છે સતી, જાણી ત્રિભુવનના એ પતિ,

આકાશવાણીમાં સંભળાય, ધન્ય જલા ભક્તિ કહેવાય, ... (૪૬)

ઝંડો ઝોળી વીરબાઇ હાથ, દઇને અલોપ થયા છે નાથ,

વાચક પહોંચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ, ... (૪૮)



આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એનાં દર્શન થાય,

જનસેવા તો ખૂબ જ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી, ... (૫૦)

ઓગણીસે ને સાડત્રીસ માંહ્ય, બાપા સિધાવ્યા વૈકુંઠમાંહ્ય,

મધુદાસ જે બાવની ગાય, દુઃખની છુટી સુખીઆ થાય, ... (૫૨)



વીરપુર ગામે કીધો વાસ, ભક્તજનોની પુરવા આશ,

દાસ મુકુંદ તે ગુણલા ગાય, દુઃખદારીદ્ર તેનાં જાય, .. (૫૪)

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ.