ગિતો અને ભજનો


વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક


પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક


મારા ઝાઝા વંદન જલારામને


જલારામને બાપા જોગી જલિયાણને


જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને


ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ


ઘણી ખમ્મા ખમ્મા જલારામને


જલારામને બાપા જોગી જલિયાણને …


ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે


સદાવ્રત ધારી એ તો સાધુ સંત માટે


પાયે લાગું જોગી જલારામને


જલારામને બાપા જોગી જલિયાણને …


સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા


અલ્લા કેવાણા અમર લેખ લખાણા


‘લોહાણા’ હરદમ જપે જલારામને


જલારામને બાપા જોગી જલિયાણને …






જનમ્યો જનમ્યો રે જલો વીરપુર માં...


જનમ્યો જનમ્યો રે જલા વીરપુરમાં

તારી કીર્તિ રે ફેલાણી ત્રણે લોકમાં 

તારી પાસે ભક્તો આવે

તારી માનતાઓ લાવે

તારી જાય જાય બોલાવે આ લોકમાં તારી કીર્તિ રે ફેલાણી...

તારે મોઢે રામનું નામ

તારું અમર  થયું નામ

માથે પાઘડીને માળા તારા ડોકમાં તારી કીર્તિ રે ફેલાણી...


લગ્ની તને એવી લાગી

ક્યકની ભૂખ તેતો ભાંગી

અન્નપુર્ણ છે તારી સાથમાં તારી કીર્તિ રે ફેલાણી...

બાળક આવ્યા તારે ધ્વારે

બાપા ચઢ્જે મારી વ્હારે

બાપા કરજો ઉદ્ધાર આ લોકમાં તારી કીર્તિ રે ફેલાણી..